દિલ્હીમાં દેશના પર્યાવરણવિદ્ સોનમ વાંગચુક, યુવાનો અને વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ તેમજ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની અન્યાયી અટકાયતના વિરોધમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માંગરોળ ખાતે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની સીધી આગેવાની હેઠળ વિશાળ વિરોધ રેલી અને ઉગ્ર આંદોલનાત્મક પ્રદર્શન યોજાયું હતું. કેન્દ્ર સરકારની દમનકારી નીતિઓ અને તંત્રના દુરુપયોગ સામે અવાજ ઉઠાવી લોકશાહી બચાવવા માટે કોંગ્રેસે બ્યુગલ ફૂંક્યું હતું.

‘સરકારી એજન્સીઓ અને પોલીસનો ખુલ્લેઆમ દુરુપયોગ’ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકાર પોતાના વિરોધમાં ઊઠતા દરેક અવાજને દબાવવા માટે સરકારી તંત્ર અને પોલીસનો દુરુપયોગ કરી રહી છે. રાહુલ ગાંધી સામે બદલાની રાજનીતિથી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરતા નેતાઓએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસનો દરેક કાર્યકર શેરીથી લઈને સંસદ સુધી બંધારણના રક્ષણ માટે લડત આપતો રહેશે. માંગરોળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકો ‘લોકશાહી બચાવો’ના નારા સાથે રેલીમાં જોડાયા હતા.

માધ્યમો સાથેની વાતચીતમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે તંત્ર અને સરકારની કામગીરી સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધીની બિનઅધિકૃત રીતે કરવામાં આવેલી અટકાયત અત્યંત નિંદનીય છે. દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ, યુવાનો અને સોનમ વાંગચુક જેવા દેશહિત માટે અવાજ ઉઠાવનારા લોકો પર ટીયર ગેસ છોડીને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો, જે લોકશાહી માટે કાળો દિવસ છે. આપણા બંધારણમાં શાંતિપૂર્ણ સત્યાગ્રહનો હક્ક આપ્યો છે, પરંતુ આજે સંવિધાન ખતરામાં હોય તેમ લાગે છે. વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત મુખ્ય અગ્રણીઓ આજના આ ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં જૂનાગઢ જિલ્લા અને તાલુકા કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા:

