Gujarat

બોટાદ મધુસુદન ડેરીના ચેરમેન ,વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી‎

બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન,વાઈસ ચેરમેનની મુદત પૂરી થતા 21 જુલાઈના બોટાદ જિલ્લા દૂધ સંઘની અઢી વર્ષની ટર્મ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં બોટાદ જિલ્લા મધુસુદન ડેરીના ચેરમેન તરીકે ભોળાભાઈ રબારી અને વાઇસ ચેરમેન તરીકે મેપાભાઇ મારૂના નામનો ભાજપે મેન્ડેટ આપતા બંને બિનહરીફ થયા જાહેર થયા હતા

જિલ્લા દૂધ સંઘની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન ભોળાભાઈ રબારી અને વાઇસ ચેરમેન મેપાભાઇ મારૂની વરણી થતા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ના સભ્યો અને ભાજપના કાર્યકરો દ્વારા બંનેને ખાસ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે બોટાદ જિલ્લા મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી એ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ અને બોટાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા બોટાદ જિલ્લા મધુસુદન ડેરીના ચેરમેન તેમજ વાઈસ ચેરમેન તરીકે અમારી બંનેની વરણી કરવામાં આવતા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો બિનહરિફ વરણી બાદ તેમણે જણાવ્યુ હતુ કે બોર્ડ અને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે અમારી પ્રાથમિકતા રહેશે કે પશુપાલકોને વધારેમાં વધારે ભાવ આપી શકીએ અને સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ આપી શકીએ અને ખાસ કરી સરકારે હમણાં ખૂબ જ અગત્યની યોજનાઓ પશુપાલકો માટે મૂકી છે જે ગામડાઓ સુધી પહોંચે એ અમારી પ્રાથમિકતા રહેશે તેમ આ પ્રસંગે ખાસ જણાવ્યુ હતું.