Gujarat

કાલુપુર સિંધી માર્કેટમાં 4.50 લાખની ચોરી

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા સિંધી માર્કેટમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. કુબેરનગરમાં રહેતા અને માર્કેટમાં ‘આર.એમ. હેન્ડલૂમ હાઉસ’ નામની રૂમાલની દુકાન ધરાવતા જીતુ વાઘવાણી 24 જુલાઈના રોજ સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારે દુકાનમાંથી 4.50 લાખની રોકડ ચોરીને શખસ ફરાર થયો છે.

શખસ શટર તોડીને દૂકાનમાં ઘૂસ્યો હતો બીજી સવારે માર્કેટના ચોકીદારે જીતુભાઈને ફોન કરીને દુકાનનું શટર તૂટેલું હોવાની જાણ કરી હતી. માહિતી મળતાં જ તેઓ તાત્કાલિક દુકાને પહોંચ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું કે કોઈ અજાણ્યો શખસ શટર તોડીને અંદર ઘૂસ્યો હતો અને તિજોરીમાં રાખેલા ₹4.50 લાખની રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે તેમણે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

શહેરના કાલુપુર વિસ્તારમાં સોનાના વેપારીની દુકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઝોન-૩ એલસીબી ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. વેપારીને દુકાનમાં ચોરી થયેલી ચોક્કસ રકમનો અંદાજ ન હોવાથી તેમણે શરૂઆતમાં 4.50 લાખની ચોરીની ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને દબોચી લેતા તેણે 20 લાખની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી પાસેથી 14 લાખની રોકડ રકમ પણ જપ્ત કરી લીધી છે.

વરસાદી રાત્રિનો લાભ લઈ ચોરીને અંજામ આપ્યો ઝોન-3 ડીસીપી રૂપલ સોલંકીની માર્ગદર્શિકા હેઠળ એલસીબી ટીમના પીએસઆઈ વી.એચ. રાઠોડ અને તેમની ટીમે સીસીટીવી ટ્રેકિંગ કરીને આરોપી સાબીર ઉર્ફે છોટુ શેખ (ઉં.વ. 37, રહે. કાલુપુર)ની અટકાયત કરી હતી. કડક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને છેલ્લા પાંચેક મહિનાથી અમદાવાદમાં રહી સોનીકામની મજૂરી કરતો સાબીર વેપારી જીતુભાઈની દુકાને અવારનવાર રૂમાલ ખરીદવા જતો હતો. જેથી તેને દુકાનના લોકરમાં મોટી રકમ હોવાની જાણકારી હતી. મોડીરાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે ચહલપહલ ન હોવાનો ફાયદો ઉઠાવી તેણે આ ચોરી કરી હતી.