Gujarat

પંચમહાલમાં ડાંગરની રોપણી વખતે અચાનક વીજળી પડતા એક મહિલાનું મોત

પંચમહાલમાં એક ખેતરમાં વરસાદ આફત બન્યો છે તેવી ઘટના સામે આવી હતી જેમાં, એક ગામમાં ડાંગરની રોપણી કરતી એક મહિલા પર વીજળી પડતાં તેનું મોત નિપજ્યું છે. પંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે.જ્યારે અન્ય બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે.

નાંદરવા ગામના બોર્ડના કૂવા વિસ્તારમાં ખેડૂતો ડાંગરની રોપણી કરી રહ્યા હતા તે દરમિયાન ગાજવીજ સાથે અચાનક વીજળી ત્રાટકી હતી. વીજળીનો જાેરદાર કરંટ લાગવાથી સંતોકબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.