Gujarat

વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી પદાધિકારીઓ સાથે ચર્ચા કરાઈ

દહેગામ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા બે દિવસ અગાઉ દરમિયાન અંદાજીત 145 મિ.મિ. જેટલો ભારે વરસાદ નોંધાયો હતો. આ ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તાજેતરમાં ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશ્નર બી.એમ. પટેલ અને ચીફ ઓફિસર વર્ગ-1 મનોજભાઈ સોલંકી દ્વારા દહેગામ નગરપાલિકા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.

​આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ ભારે વરસાદથી પ્રભાવિત નીચાણવાળા વિસ્તારોની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લીધી હતી અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ​સ્થાનિક સ્તરે રાહત અને બચાવ કામગીરીને વધુ વેગ આપવા માટે નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિકારીઓ દ્વારા નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી માર્ગદર્શન અને સત્વરે પગલાં લેવા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપવામાં આવી હતી.