Gujarat

પાદરાના સોખડા ખુર્દમાં જાહેર માર્ગ પર મગર

પાદરાના સોખડા ખુર્દ ગામ નજીક બિલ તરફ જતા જાહેર માર્ગ પર મોડી રાત્રે એક વિશાળ મગર જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તાની વચ્ચે અચાનક મગરને જોઈને એક કાર ચાલકે સમયસૂચકતા વાપરીને પોતાની કાર રોકી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. ચોમાસાની ઋતુમાં નદીઓ, તળાવો અને જળાશયોમાં પાણીનું સ્તર વધવાને કારણે મગરો ઘણીવાર રહેણાંક વિસ્તારો અને જાહેર માર્ગો પર આવી પહોંચતા હોય છે. આવા બનાવોમાં હાલ વધારો જોવા મળી રહ્યો છે.