ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ આરોપી રામદેવ ડાંગરની પૂછપરછ દરમિયાન તેને હથિયાર બોટાદના જસ્મીન કોઠારી નામના શખ્સે આપ્યાની કબૂલાત આપતા રાજકોટ શહેર SOG ટીમે જસ્મીન કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી જસ્મીનને બોટાદમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જે બાદ જસ્મીન પેરોલ જમ્પ કરી નાસ્તો ફરતો હતો. આ દરમિયાન બોટાદ LCBએ જસ્મીનને પકડી ફરી સાબરમતી જેલ હવાલે કરતા રાજકોટ SOG પીઆઈ એન.બી.ચૌધરીની ટીમે જસ્મીન ભરત કોઠારી (ઉ.વ.45)નો સાબરમતી જેલમાંથી કબ્જો મેળવી રિમાન્ડ મેળવવા તપાસ તજવીજ હાથ ધરી છે.
પરમેશ્વરીબેન ઈશ્વરલાલ ગોકલાણી (ઉં.વ.65) ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ જંકશન પ્લોટમાં ગુરુદ્વારા પાસે મોટર સાયકલ ઉપર બેસવા જતા હતા ત્યારે પડી જતા માથામાં અને શરીરે ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં પરમેશ્વરી બેનના પતિ ઈશ્વરલાલ હાલ નિવૃત્ત છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે. પરમેશ્વરીબેન ગુરુદ્વારા ખાતે દર્શન કરવા ગયા હતા. ત્યાં પુત્રના બાઈક ઉપર બેસવા જતા પડી ગયા હતા.
પાટીદાર ચોકમાં સ્કૂટર સ્લીપ થતા મ્યુઝિક વૃધ્ધ શિક્ષકનું મોત મિલનભાઈ શશીનભાઈ વ્યાસ (ઉં.વ.69) આજે સવારે 11.30 વાગ્યા આસપાસ એક્ટિવા લઈને જતા હતા ત્યારે પોતાના ઘર નજીક પાટીદાર ચોક પાસે અચાનક સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું. જેમાં મિલનભાઈને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ઇમર્જન્સી વિભાગમાં ફરજ પર તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસે મિલનભાઈના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. મિલનભાઈ ઇન્દિરા સર્કલ પાસે પોતાના મ્યુઝિક ક્લાસીસ ચલાવતા હતા હોવાનું પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે.

