રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકાના કોંગોના મુસાફરની પોણા બે લાખની વીંટી ખોવાઈ જતા તે ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે, સુરક્ષા વિભાગના સ્ટાફ માત્ર 20 મિનિટમાં સોનાની અંગૂઠી શોધી પરત આપી હતી. રાજકોટ એરપોર્ટ પર અગાઉ 5 કરોડની કાંડા ઘડિયાળ ખોવાઈ ગયા બાદ CISF સ્ટાફે તે ઘડિયાળ શોધી આપી હતી. જે બતાવે છે કે, એરપોર્ટ પર મુસાફરોની વસ્તુઓ સુરક્ષિત રહે છે.
રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર ચોટીલા પાસે હીરાસરમાં સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરક્ષાની દ્રષ્ટિએ મુસાફરો માટે સુરક્ષીત રહ્યું છે. તાજેતરમાં એક વિદેશી પ્રવાસીની રૂ.1.75 લાખની કિંમતી અંગુઠી ગુમ થઈ ગઈ હતી. જેને કારણે તે મુસાફર ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે માત્ર 20 મિનિટમાં સુરક્ષા વિભાગે શોધી કાઢી ખરાઇ કર્યા બાદ તે વીંટી મૂળ માલિકને પરત કરી હતી.
આફ્રિકાના કોંગોના એક પ્રવાસી બે દિવસ પહેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટમાં આવ્યા હતા. જે દરમિયાન તેમણે હાથમાં પહેરેલી રૂ.1.75 લાખની કિંમતની સોનાની વિંટી ગુમ થઈ જતા પ્રવાસીએ ટર્મિનલ પરિસરમાં શોધખોળ શરૂ કરી હતી. જોકે , આ દરમિયાન એરપોર્ટનાં સુરક્ષા વિભાગે માત્ર 20 મીનીટમાં અંગુઠી શોધી કાઢી જરૂરી ખરાઇ કર્યા બાદ અંગુઠી પરત સોંપતા વિદેશી પ્રવાસીએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા અને સલામતીની પ્રશંસા કરી હતી.

