Gujarat

ગારીયાધારમાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો-રમાડતો યુવક ઝડપાયો

ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસે મળેલી બાતમીના આધારે સુખનાથ મહાદેવ મંદિર નજીક જાહેર રોડ પરથી મોબાઈલ ફોન મારફતે ક્રિકેટ મેચ સહિત વિવિધ રમતો પર ઓનલાઈન સટ્ટો રમતા એક શખસને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં સટ્ટા માટેની ક્લાયન્ટ આઈડી અન્ય શખસ પાસેથી વોટ્સએપ મારફતે મેળવ્યાનું સામે આવતા પોલીસે બંને શખસ સામે જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા હતો બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, 30 જુલાઈએ ગારિયાધાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમને સંયુક્ત બાતમી મળી હતી કે, સુખનાથ સોસાયટીના ફાટક પાસે શેરીમાં જાહેર રોડ ઉપર જગદીશભાઇ ઉર્ફે જગો વેલજીભાઇ પરમાર (રહે.નવાગમ રોડ, ગારીયાધાર ) તેના મોબાઇલ ફોનમાં ઓનલાઈન આઈડી મારફતે જુગાર/સટ્ટો રમે છે.

જે બાતમીના આધારે રેડ કરતા શખસ ઓનલાઈન વેબસાઇટ ઉપર કલાઇન્ટ આઇ.ડી.મારફતે હાલમા ચાલતી ક્રિકેટ મેચ ગેમના તથા મેચમાં ક્રીકેટની રમતમાં તથા અન્ય રમતો ઉપર સટ્ટાના અલગ-અલગ સોદાઓ લગાડી હારજીતનો જુગાર/સટ્ટો રમતા ઝડપી લઈ પૂછપરછ કરતા આ કલાઇન્ટ આઇ.ડી. તેના ફોનમા અલ્પેશભાઇ વજુભાઇ રાજપુત (રહે. પાલીતાણા રોડ બરફની ફેકટરી ગારીયાધાર જી) પાસેથી વોટ્સએપથી મંગાવી હોવાનું જણાવ્યું હતું.