Gujarat

સરકારી નોકરીની લાલચે યુવાનો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર ગેંગને ઝડપી પડતી સુરેન્દ્રનગર પોલીસ

સુરેન્દ્રનગર જિલ્લામાં કટુડા ગામના વિદ્યાર્થીઓને મોટી મોટી વાતો કરી, સરકારી ઓકરી અપાવાની ખાતરી આપી વિશ્વાસઘાત કરવાના મામલે જાેરાવરનગર પોલીસને અરજી કરવામાં આવી હતી, તે મામલે પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા એક મોટી ગેંગનો પર્દાફાસ થયો છે.

પોલીસે આ બાબતે તપાસમાં ૧૦ થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી સરકારી નોકરી અપાવવાના બહાને એક ટોળકી દ્વારા વિદ્યાર્થી દીઠ ૧૩ થી ૧૪ લાખ રૂપિયા માંગણી કરવામાં આવતા હતા અને પ્રથમ તબક્કાનો હપ્તો ૪.૩૦ લાખથી લઈને ૨ લાખની રકમનો હપ્તો લઈ લેવામાં આવ્યો હતો. આ મુદ્દે જાેરાવર નગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે મુખ્ય આરોપી કેતન ભરતભાઈ પનારાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને જાેરાવનગર પોલીસ સ્ટેશને લાવી અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પૂછપરછમાં અત્યાર સુધીમાં ૨૩.૨૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરી અને અલગ-અલગ વિદ્યાર્થીઓ પાસે નોકરી અપાવવાની લાલચે રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું અને આ આધારે કેતન ભરતભાઈ પનારા (રહે. મેમ્કો) પૂછપરછ કરવામાં આવતા તેના સસરા અને અન્ય એક આધેડ પણ તેની સાથે હોવાનું સામે આવ્યું હતું. આ મુદ્દે દિનેશભાઈ મંગાભાઈ વાઘેલા (રહે કટુડા), કેશાભાઈ પેથાભાઇ વાઢેર (રહે. લીમડી), કેતન પનારા (રહે મેમ્કો) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કેતનની અમદાવાદ ખાતેથી જાેરાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા અમદાવાદ ખાતે આવેલા તેના મકાનમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા ત્યાંથી અલગ અલગ વિદ્યાર્થીઓની માર્કશીટ અને અલગ અલગ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. વિદ્યાર્થીઓના આધારકાર્ડ પણ મળી આવ્યા છે અને અલગ અલગ પ્રકારના ડિગ્રી સર્ટિફિકેટ પણ કેતનના ઘરેથી મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જાેરાનગર પોલીસે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ લીધા છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેતન મુખ્ય આરોપી તેની સાથે અન્ય બે આરોપીઓ પણ સામેલ કેતન ગેમીંગમાં પૈસા હારતો રહ્યો અને વિદ્યાર્થીઓ પાસેથી નોકરી અપાવવાની લાલચે પૈસા ઉઘરાવતા રહ્યા હોવાનો પણ ધડાકો થયો છે.

અત્યાર સુધીમાં ૧૦થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ૨૩.૨૪ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થથીઓના માતાપિતા મોટાભાગે મજૂરીકામ દ્વારા ગુજરાન ચલાવી રહ્યા છે. પોસ્ટ ઓફિસમાં તેમજ રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવતી હતી અને આ અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. તપાસ કરવામાં આવતા કેતન પનારા પોતે ઓનલાઈન ગેમિંગ રમી રહ્યો હતો તે દરમિયાન ઓનલાઇન ગેમ્સ માટે રૂપિયા હારતો ગયો અને અલગ અલગ વિદ્યાર્થીઓને નોકરી અપાવવાની લાલચ આપતો ગયો અને તેમની પાસેથી રૂપિયા પડાવતો રહ્યો હોવાનો ધડાકો થયો છે. તેની સાથે તેના સસરા અને અન્ય આધેડ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે અને તે હજુ ધરપકડથી દૂર છે.

આ મામલે તપાસ સુરેન્દ્રનગર એએસપી વૈદિકા બિહાની ચલાવી રહ્યા છે ત્યારે આ અંગે લોકોને અપીલ કરવામાં આવી છે કે ઝડપાયેલી ટોળકી ના કોઈ ભોગ બન્યા હોય અથવા તો લોભ લાલચમાં આવી અથવા નોકરી લેવા ની લાલચમાં આવી અને રૂપિયા આપ્યા હોય તો તમામ લોકો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો સંપર્ક કરે જેથી વધુ કાર્યવાહી કરી શકાય અને ભોગ બનનાર પીડિત લોકોને ન્યાય માટે યોગ્ય તપાસ કરી શકાય અત્યાર સુધીમાં દસથી વધુ લોકો ભોગ બન્યા છે ત્યારે અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની શંકા છે ત્યારે જિલ્લા પોલીસનો સંપર્ક કરે અને તો જિલ્લા પોલીસ તેમને ન્યાય અપાવી શકશે તે પ્રકારની અપીલ એએસપી દ્વારા કરવામાં આવી છે.