ડોનેટ લાઈફના માધ્યમથી ભરૂચ જિલ્લામાંથી ત્રીજું હૃદયદાન અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી સફળતાપૂર્વક કરાવવામાં આવ્યું હતું.
બ્રેનડેડ અતુલ ભાવેશભાઈ પટેલ, ઉંમર ૨૨ વર્ષના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી અતુલના હૃદય, લીવર, પેન્ક્રિયાસ, સ્વાદુપિંડ અને કોર્નિયા દાન કરવાનો મહાન ર્નિણય લીધો. તેમના આ ત્યાગથી કુલ ૬ લોકોને નવું જીવન મળ્યું અને સમાજમાં માનવતાની ખુશબૂ ફેલાઈ.
આ ઐતિહાસિક કાર્યમાં દેશમાં પહેલી વાર અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને વિશેષ સ્ટોપેજ આપીને હૃદયને સમયસર અમદાવાદ પહોંચાડવામાં આવ્યું.
ભરૂચ જિલ્લા પોલીસના સમન્વયથી હૃદય, પેન્ક્રિયાસ, સ્વાદુપિંડ અને લીવરને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ૨ “ગ્રીન કોરિડોર” બનાવવામાં આવ્યા. આમાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામીણ પોલીસનો પણ સહયોગ મળ્યો.
આજ સુધી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વિવિધ અંગોનું દાન કરાવીને દેશ-વિદેશના ૧,૨૮૫થી વધુ દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

