Gujarat

સૌરાષ્ટ્રના 300 યુવક હાઈબ્રિડ ગાંજાની તસ્કરીમાં સામેલ

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, 300થી વધુ યુવક-યુવતીઓ કમિશન અને સરળ પૈસાની લાલચે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કમાં ‘કેરિયર’ તરીકે કામ કરી રહ્યા છે.

જેમાં ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જૂનાગઢના અનેક યુવાનો સામેલ હોવાનો ખુલાસો થયો છે.દેશમાં મળતો સાદો ગાંજો પ્રતિ કિલો રૂ. 50 હજારના ભાવે મળે છે, જ્યારે વિદેશી હાઈબ્રિડ ગાંજાનો ભાવ રૂ. 35 લાખ પ્રતિ કિલો સુધી પહોંચે છે. વિદેશમાં લેબોરેટરી અને ગ્રીનહાઉસમાં વિશેષ પ્રોસેસથી ઉગાડાતો આ ગાંજો હાઈ-પોટેન્સી ધરાવે છે.

કિંમતમાં રહેલો 70 ગણો તફાવત જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલને ભારતીય બજાર તરફ ખેંચી લાવ્યો છે અને સ્થાનિક સ્મગલરો આ ડ્રગ્સથી કરોડો રૂપિયા રળી રહ્યા છે.

વોન્ટેડ આરોપીઓ

1. હબીબી (બેંગકોક)

2. અનુપ ઉર્ફે રવુ(બેંગ્લોર)

ભારતમાં ઉત્પાદન અશક્ય: બેંગકોક અને ન્યૂઝીલેન્ડ મુખ્ય સેન્ટર આ હાઈબ્રિડ કેનાબિસ ભારતીય વાતાવરણ કે જમીનમાં કુદરતી રીતે ઉગી શકતો નથી. થાઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં આની ખેતી કાનૂની માળખા કે હાઈટેક લેબમાં થાય છે. સ્મગલરો ખાસ વેક્યુમ પેકિંગ કરીને એરપોર્ટ સિક્યુરિટી અને સ્કેનરને ચકમો આપીને આ નશીલો પદાર્થ ભારતના મેટ્રો શહેરો સુધી પહોંચાડે છે.