પંચમહાલ જિલ્લામાં 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદના સફળ આયોજન અને વિદ્યાર્થીઓની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC) દ્વારા 10 થી 17 વર્ષના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ અને નવીન વિચારસરણી વિકસે તે હેતુથી આ 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.

બેઠક દરમિયાન, ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન પ્રક્રિયા તેમજ પ્રોજેક્ટ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પરિષદમાં ભાગ લે તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી આયોજન અને સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી.

