Gujarat

વડોદરા પોલીસે ૪૧ લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી

વડોદરા પોલીસે નશાના કાળા કારોબાર સામે એકશનમાં છે તેનો વધુ એક પુરાવો જાેવા મળ્યો છે જેમાં, ?૪૧ લાખથી વધુ કિંમતના એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ સાથે એક દંપતીની ધરપકડ કરી છે.

પાડોશી રાજ્ય મધ્યપ્રદેશથી સ્કોર્પિયો કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં ડિલિવરી આપવા નીકળેલા આ દંપતીને વડોદરા પહોંચતા પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યું હતું. સમગ્ર મામલે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે હરણી પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશથી ગુજરાતમાં લાવવામાં આવી રહેલા મોટા પ્રમાણના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડીને એક દંપતીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે ૧ કિલો ૩૯૬ ગ્રામ ૭૧૦ મિલિગ્રામ મેફેડ્રોન કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત ?૪૧ લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ તપાસ મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના અયૂબખાન જમાનખાન અને તેમની પત્ની નાઝમીન તરીકે થઈ છે. બંને આરોપીઓ સ્કોર્પિયો કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ જવા નીકળ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદનો રવિ નામનો વ્યક્તિ વડોદરા આવીને ડ્રગ્સની ડિલિવરી લેવાનો હતો. તે પહેલાં જ હરણી પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત પણ સામે આવી હતી. આરોપી નાઝમીને ડ્રગ્સના એક કિલોથી વધુ વજનના પેકેટો પોતાના શરીર પર, છાતીના ભાગે બાંધી રાખ્યા હતા, જેથી પોલીસની નજરથી બચી શકાય. જાેકે, સઘન તપાસ દરમિયાન સમગ્ર જથ્થો બહાર આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ મંદસૌરના જાફર નામના વ્યક્તિ પાસેથી અંદાજે ?૭ લાખમાં આ મેફેડ્રોનનો જથ્થો લઈને અમદાવાદ પહોંચાડવા નીકળ્યા હતા. હરણી પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપીઓની સ્કોર્પિયો કાર સહિત કુલ ?૫૭.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ હવે આ ડ્રગ્સ નેટવર્કના અન્ય સભ્યો, સપ્લાયર, ખરીદદારો અને અમદાવાદના કથિત રિસીવરની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી સમગ્ર ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય. બંને આરોપીઓ સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હરણી પોલીસની સતર્ક કામગીરીને કારણે ?૪૧ લાખના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં પહોંચે તે પહેલાં જ ઝડપી પાડવામાં સફળતા મળી છે. મધ્યપ્રદેશથી અમદાવાદ સુધી ફેલાયેલા આ ડ્રગ્સ નેટવર્કના તાર હવે પોલીસ તપાસમાં ખુલવાની શક્યતા છે. હાલ બંને આરોપીઓ સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.