વેરાવળ શહેરમાં ખુનની કોશિષ અને લૂંટના ગંભીર ગુનાઓમાં પોલીસે કાર્યવાહી કરી છે. વેરાવળ સિટી પોલીસે બે અલગ-અલગ ગુનામાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનાઓ 3 ઓગસ્ટ, 2026ના રોજ નોંધાયા હતા. ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન. ગઢવીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ખુનની કોશિષના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં આદીલ ઉર્ફે વાંદરી અનવરભાઈ શેખ, સોહીલ ઉર્ફે ચક્કી મુસ્તાકભાઈ કુરેશી, તૌસીફ ઉર્ફે જીવાત અલીમહમદ મલેક, દાનીશ ઉર્ફે ઇન્ડો અસ્લમભાઈ મલેક અને સુફીયાન સલીમભાઈ વોરાનો સમાવેશ થાય છે. આ આરોપીઓ વેરાવળના વિવિધ વિસ્તારોમાં રહે છે. લૂંટના ગંભીર ગુનામાં પોલીસે રફિકભાઈ ઉર્ફે ટમેટો સત્તારભાઈ ચૌહાણ નામના એક આરોપીને ઝડપી પાડ્યો છે. તે વેરાવળની મસ્તાના કોલોની વિસ્તારનો રહેવાસી છે. પોલીસે બંને ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

