ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નશાના કાળા કારોબાર સામે પોલીસ વિભાગની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પડ્યો હતો તેમાં ૧ કિલોથી વધુનો ગેરકાયદેસર નશીલો પદાર્થ મળી આવ્યો હતો.
આ મામલે મળતી માહિતી મુજબ, અંકલેશ્વર GIDC વિસ્તારમાં પશુપતિ મંદિર પાસે આવેલા તોરણ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૩૦૧માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ફ્લેટમાંથી ૧.૦૪૫ કિલોગ્રામ ગાંજાે તેમજ ૧૨.૦૧ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યાં હતાં. આ ઉપરાંત ડ્રગ્સ રાખવા માટે ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટિકના ડબ્બા, પાઉચ અને એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ?૯૩,૨૮૦ હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ડ્રગ્સ વેચાણના ઇરાદાથી આ માદક પદાર્થો ફ્લેટમાં સંતાડી રાખતા હતા. પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
આ કેસમાં ર્જીંય્ના પીએસઆઈ એમ. કે. ગઢવીની ફરિયાદના આધારે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ, ૧૯૮૫ની કલમ ૮(ષ્ઠ), ૨૦(હ્વ), ૨૨(હ્વ) અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમજ આ મામલે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મોહિતકુમાર પાલે ફરાર આરોપી મિથિલેશ પાસેથી ગાંજાે અને દિપ્તેશ પટેલ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મેળવીને ફ્લેટમાં વેચાણ માટે રાખ્યાં હતાં. આ મુદ્દે પોલીસે બંને ફરાર આરોપીઓની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે.
હાલ પોલીસે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનું સપ્લાય ચેઇન શું હતું, કોને વેચાણ થવાનું હતું તેમજ આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે સહિતના તમામ પાસાઓની સઘન તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં ટીમોને કામે લગાડવામાં આવી છે.

