National

ઈરાને અમેરિકા સમક્ષ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે અમેરિકાની સામે પોતાની ડિમાંડ નું લિસ્ટ રાખ્યું

ઈરાને અમેરિકા સામે કડક શરતો નું લીસ્ટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં અમેરિકી હુમલા રોકવા, આર્થિક પ્રતિબંધો હટાવવા, વિદેશી દળોની વાપસી, જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિ પરત કરવી અને યુદ્ધ તથા મોંઘવારીથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માંગણીઓ સામેલ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા જ્યાં સુધી પોતાના વ્યવહારમાં સુધારો કરશે નહીં ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે નહીં. અમેરિકા-ઇઝરાયેલના હુમલાઓએ ઇરાનનો ઇન્ડસ્ટ્રીયલ બેઝ ખતમ કરી નાખ્યો છે અને તેની બધી નિકાસ અટકી ગઈ છે. ઇરાને જાે ઝડપથી આર્થિક સ્થિતિ નહીં સુધારી તો અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી પૂરી થયા પછી ઇરાનની સ્થિતિ વધુ બગડી શકે છે.

પરંતુ અમેરિકા તરફથી હાલમાં કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અમેરિકાએ કહ્યું હતુ કે, તે હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી પૂર્ણ કરતા પહેલા ત્યાંની વ્યવસ્થાને લઈ એક સ્વીકાર્ય કરાર ઈચ્છે છે. ઈરાને આ પહેલા કહ્યું હતુ કે, તે હોર્મુઝ સ્ટ્રેટના પ્રબંધનને લઈ ઓમાનની સાથે એક કરારની નજીક પહોંચ્યું છે. અહી જલમાર્ગ બંને દેશની વચ્ચે સ્થિત છે. ઈરાન દ્વારા મુકવામાં આવેલી શરતો જળમાર્ગ અને તેમાંથી પસાર થતા ટ્રાફિકના પ્રવાહ પરના કરાર માટે વાટાઘાટોને અસર કરી શકે છે.