લાલપુર તાલુકાના ખડ ખંભાળિયા ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ગામના આગેવાનો, સરપંચ, બાળકો અને અધિકારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઢોલના તાલ સાથે તિરંગો લઈને ગામના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી.

રેલી દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ભારત માતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના સાથે ગ્રામજનો અને બાળકોએ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સંદેશ ગામના દરેક ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, એકતા અને તિરંગાના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો.

