બાંટવા નગરમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ તિરંગાના સન્માનમાં યોજાયેલી આ યાત્રામાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ યાત્રામાં ભાજપના સ્થાનિક આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો, શિક્ષકો, મારુતિ શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ હાથમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.

તિરંગા યાત્રા દરમિયાન બાંટવા નગર દેશભક્તિના માહોલથી છવાઈ ગયું હતું. યાત્રામાં જોડાયેલા લોકોએ “રાષ્ટ્ર પ્રથમ! ભારત સર્વોપરી!”, “ભારત માતા કી જય”, “વંદે માતરમ” અને “જય હિંદ” જેવા નારા લગાવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ જણાવ્યું હતું કે તિરંગો દેશના ગૌરવ, સમર્પણ, એકતા અને અખંડ ભારતની ઓળખ છે. આ યાત્રાએ ગ્રામજનોમાં રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવી હતી.

