Gujarat

ચાંદોદથી નર્મદાજળ સાથે નીકળેલા કાવડયાત્રીઓનું શિનોર ચોકડીએ સ્વાગત

ડભોઈ હરિહર આશ્રમથી વિજય મહારાજની અધ્યક્ષતા હેઠળ 200 જેટલા કાવડીયાઓ શ્રાવણ મહિનાના ગુરૂવારે ચાંદોદમાં આવેલા મલ્હારાવ ઘાટ ખાતે પહોંચ્યા હતા. ડભોઈ તાલુકાના યાત્રાધામથી નર્મદા જળ લઈ કાવડયાત્રા સ્વરૂપે પગપાળા યાત્રા ચાંદોદથી તેનતળાવ શંકરપુરા સાઠોદ ગામડી થઈને આ કાવડયાત્રા ડભોઈની શિનોર ચોકડી પર આવી પહોંચી હતી. જ્યાં ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ વિભાગના શિનોર ચોકડી ખાતે આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, ડોક્ટર સંદીપભાઈ શાહ, ડભોઇના પી.આઈ એ ટી પટેલ ડીવાયએસપી આકાશ પટેલ, કુબેર ભંડારીના ટ્રસ્ટી દિનેશ ગીરી મહારાજ, સામાજિક કાર્યકર્તા શાંતિલાલભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ચાંદોદ થી લઈને આવેલ નર્મદા જળ ડભોઈના શિવાલયો ખાતે ના ઐતિહાસિક શ્રી વાઘનાથ મહાદેવ મંદિરે તથા પંચેશ્વર મહાદેવ મંદિરે જળાભિષેક કરવામાં આવ્યો હતો. ડ આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય રંગમાં રંગાયું હતું. હર હર મહાદેવ ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હરિ હર આશ્રમથી છેલ્લા 200 વર્ષથી કાવડ યાત્રા પરમ પૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં કાઢવામાં આવે છે.