રાજકોટમાં માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, SOG P.I એન.બી.ચૌધરી ની રાહબરી હેઠળ બી.વી.ચુડાસમા, વી.વી.ધ્રાંગુ, એમ.વી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ સ્નેહભાઈ ભાદરકા, રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા નાઓને સંયુકત બાતમી મળેલ કે “માયો નામનો ઇસમ જેના મો.નં.૮૮૪૯૪૨૮૪૮૧ તથા અરબાઝ સલીમભાઇ સંધી રહે.રાજકોટ વાળો તેની સાથે મહમંદહુશેન સર્વદી 3 ઇસમો થોડી વારમાં ટ્રકનં.GJ-03-BV-5112 કિ.30,00,000 લઇને અમદાવાદ રાજકોટ હાઇ-વે ઉપર બામણબોર ગામ પાસેથી નિકળવાના છે અને તેઓના કબ્જામાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો છે” SOG શાખાની અલગ-અલગ ટીમો બનાવી તેમજ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતેથી ટેકનીકલ મદદ મેળવી, જગ્યા પાસે વોચમાં ગોઠવાઈ ગયેલ, બન્ને આરોપીને કોર્ડન કરી પકડી પાડી અંગજડતી કરતા માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી રાજકોટ એ૨પોર્ટ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે. (1) મહમંદ ઉર્ફે કાળો હુશેનભાઈ ઉર્ફે કડીબાપુ સર્વદી ઉ.૨૬ રહે.બાપા સિતારામ ચોક કોળી વાડા ઉપલેટા તા.જી.રાજકોટ (2) અરબાઝ સલીમભાઈ સંધી ઉ.૨૭ રહે.ભગવતીપરા સેફી પાર્ક બ્લોક નં-૨૩ રાજકોટ. માદક પદાર્થ ગાંજાનો જથ્થો 204,900 કિ.ગ્રામ કિ.1,02,45,000 કુલ કિ.1,55,73,730 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


