Gujarat

શાળાના બાળકો ‘ફિટ ઈન્ડિયા સન્ડેઝ‘ અંતર્ગત સાયકલિંગમાં ભાગ લે છે

ગાંધીનગરના સ્વર્ણ જયંતિ પાર્ક ખાતે યોજાયેલા ૮૭મા ‘ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ‘ કાર્યક્રમમાં શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો

‘ઓમ લેન્ડમાર્ક સ્કૂલ‘ અને ‘ગ્રીન વેલી સ્કૂલ‘ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં વિવિધ મજેદાર પ્રવૃત્તિઓનો આનંદ માણતા યાદગાર સમય વિતાવ્યો.

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રવિવારે સવારે સ્વર્ણ જયંતિ પાર્ક ખાતે યોજાયેલા ૮૭મા ‘ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ‘ કાર્યક્રમમાં શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

‘ઓમ લેન્ડમાર્ક સ્કૂલ‘ અને ‘ગ્રીન વેલી સ્કૂલ‘ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં વિવિધ મજેદાર પ્રવૃત્તિઓનો આનંદ માણતા યાદગાર સમય વિતાવ્યો.

સાપ્તાહિક કાર્યક્રમની ૮૭મી આવૃત્તિની થીમ ‘ઉન્નત ભારત અભિયાન‘ હતી.

આ કાર્યક્રમની શરૂઆત વોર્મ-અપ અને પી.ટી. (ઁ્) સત્ર સાથે થઈ હતી, ત્યારબાદ ફિટનેસ ચેલેન્જ યોજાઈ હતી જેમાં અનેક વિદ્યાર્થીઓએ પુશ-અપ્સમાં એકબીજાથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સ્પર્ધા કરી હતી.

ગ્રીન વેલી સ્કૂલ ફોર ચિલ્ડ્રનની ધોરણ ૪ની વિદ્યાર્થીની સાયન્તીએ ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં‘ લોકપ્રિય ગીત પર નૃત્ય રજૂ કરીને કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ ઉમેર્યો.

ઓમ લેન્ડમાર્ક સ્કૂલના ધોરણ ૧૦ના વિદ્યાર્થી રાવલવીરે ગુજરાતી લોકગીત ગાઈને સૌને પ્રભાવિત કર્યા.