ગોધરા શહેરના ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ રાયોટિંગ કેસમાં લાંબા સમયથી ફરાર ત્રણ વોન્ટેડ આરોપીઓને પંચમહાલ-ગોધરા SOG પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી અલગ-અલગ સ્થળોએથી કરવામાં આવી હતી. SOG ટીમને મળેલી બાતમીના આધારે, પ્રથમ કાર્યવાહીમાં હુસેન ઉર્ફે લવારી બિલાલ કલંદરને તેના રહેણાંક ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તે ભુખરી પ્લોટ, અશરફી મસ્જિદ પાસે, ગોધરાનો રહેવાસી છે.
આ જ ગુનામાં વોન્ટેડ સફવાન ઉર્ફે મગડો બિલાલ કલંદરને પણ તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તે પણ ભુખરી પ્લોટ, અશરફી મસ્જિદ પાસે, ગોધરાનો રહેવાસી છે. ત્રીજી કાર્યવાહી દરમિયાન, પોલીસે અશરફ શોકત મલાને સીમલા રોડ ગળરનાળા પાસેથી ઝડપી પાડ્યો હતો. તે ઉસ્માની મસ્જિદ પાસે, લીંબા તળાવ, સીમલા રોડ, ગોધરાનો રહેવાસી છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને વધુ જરૂરી કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસે આ ગુનામાં ફરાર અન્ય આરોપીઓની શોધખોળ પણ તેજ કરી છે.

