Gujarat

અમદાવાદના સાયકલિસ્ટ નયન જૈને રચ્યો ઇતિહાસ

અમદાવાદના 44 વર્ષીય જાણીતા બિઝનેસમેન અને સાયકલિસ્ટ નયન જૈને અલ્ટ્રા-સાયકલિંગ ક્ષેત્રે ‘માઉન્ટ એવરેસ્ટ’ સમાન ગણાતી ‘NorthCape4000’ (નોર્થ કેપ 4000) ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.

25 જુલાઈ 2026ના રોજ ઇટલીથી શરૂ કરીને નાર્વેના નોર્થ કેપ સુધીની 4,012 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા તેમણે નિર્ધારિત સમયમાં માત્ર ૧૯ દિવસમાં પૂરી કરી છે. આ સાથે તેઓ આ અતિ કઠિન ઇવેન્ટ પૂરી કરનારા અમદાવાદના સૌપ્રથમ સાયકલિસ્ટ બન્યા છે.

આ ઇવેન્ટ સંપૂર્ણપણે ‘ટોટલી અનઅસિસ્ટિડ’ અને સોલો રાઇડ હતી, જેમાં કોઈ સપોર્ટ વ્હીકલ કે ટેકનિકલ ટીમ નહોતી. શુદ્ધ શાકાહારી (Vegan) હોવા છતાં ખાનપાનની તંગી વચ્ચે, 8-10 કિલો વજન ઊંચકીને તેમણે દૈનિક 12 થી 14 કલાક સાયકલિંગ કર્યું હતું. આ સફર દરમિયાન તેમણે 38°C ગરમીથી લઈને 3°C ની ઠંડી, 40 કિમી/કલાકની ઝડપે ફુંકાતા પવનો, કરા સાથેનો વરસાદ અને 36,000 મીટરથી વધુનું ચઢાણ (એલિવેશન) સર કર્યું હતું, જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં ૪ ગણું વધારે છે.