દેત્રોજ ખાતે તાલુકા ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભા ધારાસભ્ય હાર્દિક પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં દેત્રોજ એપીએમસી અને ખરીદ-વેચાણ સંઘના ચેરમેન યોગેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેડૂતો સાથે વિવિધ મુદ્દે સંવાદ કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય હાર્દિક પટેલે સભામાં ખેડૂતોની સમસ્યાઓ, જરૂરી સુવિધાઓ અને ખેતી ક્ષેત્રે વિકાસ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતો, સામાજિક આગેવાનો અને શ્રેષ્ઠ કામગીરી કરનાર મંડળીઓના સેક્રેટરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, અને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
