Gujarat

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવાગામની મુલાકાત લીધી

માંડલ તાલુકાના નવાગામ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે સવારે મુલાકાત લીધી હતી. તેમણે નવાગામના જૂના વણકરવાસ ખાતે પહોંચી ગ્રામજનો સાથે આત્મીય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનો સાથે હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ કર્યો હતો અને તેમની સાથે ચા-નાસ્તો પણ કર્યો હતો.

રાજ્યપાલને પોતાના ગામમાં નજીકથી મળવાની તક મળતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યપાલની આ મુલાકાતે સામાજિક સમરસતા, ગ્રામજનો સાથે સીધો સંપર્ક અને આત્મીયતાનો સુંદર સંદેશ આપ્યો હતો. તેમની ઉપસ્થિતિથી સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.