સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા નજીક આવેલ મહુવા રોડ પર ગુલશન મદીના સોસાયટી આવેલી છે સોસાયટીના મુખ્ય રસ્તા પર પીજીવીસીએલના ઇલેક્ટ્રીક પોલથી લોકોને રહીશોને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે ચાલુ લાઈન છે અને મેઇન રોડ ઉપર હોવાથી લોકોને વાહન અવરજવરમાં તકલીફ પડી રહી છે મોટા વાહનો પ્રવાસીઓથી લાઈટ ચાલુ હોવાના કારણે લોકોને પરવાર તકલીફ થઈ રહી છે જેથી સોસાયટીના રહીશોએ આ અંગે પીજીવીસીએલ ને ૧ વર્ષ પહેલા રજૂઆત કરેલ પરંતુ આ રજૂઆત ઠેરની ઠેર છે જેથી રહીશોને વારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં અનેક પરિવાર આ સોસાયટીમાં રહે છે ત્યારે ચાલુ જીવતો વીજ વાયરનો પોલ રસ્તા પર લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે એમ છે વાહન પ્રવેશતી વખતે પણ લોકોએ ખાસ ધ્યાન રાખવું પડે એમ છે અહીં રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર છે એક વર્ષ થયું છતાં પીજીવીસીએલની લાલીયાવાડીએ સામે આવી છે રહીશોની રજૂઆત હતી તે ધ્યાને લઇ પીજીવીસીએલ યા ૧ વર્ષ પહેલા સર્વે કરેલો અને મંજૂરી ઉપલા તંત્ર પાસે માગેલી પરંતુ એક વર્ષ થયું છતાં સમસ્યા ઠેરની ઠેર છે પીજીવીસીએલની આ લાલિયાવાડીથી લોકોને મેઇન રોડ પર આવેલ આ ચાલુ વીજલાઇનથી પારવાર મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યા છે લોકોની માંગ છે કે તુરંત ચાલુ વીજલાઇન પોલને મેઇન રોડ પરથી હટાવવામાં આવે


