Gujarat

ઉમરાળામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

ઉમરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ. હિતેન્દ્રસિંહ બારડ, પોલીસ સ્ટાફ અને GRD સ્ટાફ દ્વારા ઉમરાળા ટાઉનના અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. તહેવારોના સમયમાં દારૂનું વેચાણ અને સેવન રોકવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પોલીસે આ પગલાં લીધા છે. બજારો, ભીડવાળા વિસ્તારો અને શંકાસ્પદ જગ્યાઓએ પગપાળા પેટ્રોલિંગ કરી ચેકિંગ કરાયું હતું.

ઇનચાર્જ પી.આઈ. હિતેન્દ્રસિંહ બારડે જણાવ્યું કે, દારૂબંધીનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. આવા પ્રકારનું પેટ્રોલિંગ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આ કામગીરીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.