જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રવેશિયા ગામની સીમમાં એક વાડીમાં સિંહણ દેખાઈ હતી. સિંહણના આંટાફેરા કરતી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ હતી સ્થાનિકોએ તરત જ વનવિભાગને સિંહણ દેખાયાની જાણ કરી હતી. વનવિભાગે સિંહણની હિલચાલ પર નજર રાખવા અને તેનું લોકેશન શોધવા માટે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં પણ તકેદારી રાખવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાને કારણે રવેશિયા ગામના ગ્રામજનોમાં સિંહણને લઈને ભયનો માહોલ છે.

