જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં આવેલા રામદુતનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડ્યો હતો. મેઘપર (પડાણા) પોલીસે રિલાયન્સ ટાઉનશીપની દિવાલ પાસે આવેલી એક ઓરડીમાંથી ત્રણ લોકોને માદક પદાર્થ સાથે પકડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા લોકોના નામ જશવંતસિંઘ, થોમસ મસીહ અને જગમીતસિંઘ છે. તેમની પાસેથી 23.85 ગ્રામ હેરોઈન મળ્યું છે. આ હેરોઈનની કિંમત આશરે 4.77 લાખ રૂપિયા છે.
પોલીસે હેરોઈન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 4,94,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ માદક પદાર્થ સપ્લાય કરનાર પંજાબનો જગરૂપસિંઘ છે. તે હાલ ફરાર છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

