રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૨૪મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયા આવવાનું આમંત્રણ આપ્યું. વડાપ્રધાન મોદીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને સમિટની તારીખો પરસ્પર અનુકૂળતા મુજબ રાજદ્વારી માધ્યમો દ્વારા નક્કી કરવામાં આવશે.
શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ સંરક્ષણ, ઊર્જા, અવકાશ અને લોકો વચ્ચેના આદાન-પ્રદાન સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
બે અઠવાડિયામાં બંને નેતાઓ વચ્ચેની આ બીજી મુલાકાત હતી. અગાઉ તેઓ ૩૧ ઓગસ્ટે બિશ્કેકમાં ૨૬મી જીર્ઝ્રં સમિટ દરમિયાન મળ્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ‘ઠ‘ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન જ્રહટ્ઠિીહઙ્ઘર્ટ્ઠિદ્બઙ્ઘૈ એ રાષ્ટ્રપતિ પુતિન સાથે ભારત-રશિયાની ‘વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી‘ના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. નેતાઓએ વેપાર, ઊર્જા, સંરક્ષણ, અવકાશ અને લોકો વચ્ચેના સંબંધો જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી, જે ભારત-રશિયાની લાંબા ગાળાની ભાગીદારીના મુખ્ય કેન્દ્રબિંદુઓ છે.”
મોદી અને પુતિને પરસ્પર હિતના મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું, જેમાં પશ્ચિમ એશિયા અને કાળા સમુદ્ર (બ્લેક સી) ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષોનો સમાવેશ થાય છે; આ સંઘર્ષોએ દરિયાઈ વેપાર તેમજ ભારતીય નાવિકોની સલામતી અને સુરક્ષાને અસર કરી છે.
મોદીએ પુનરોચ્ચાર કર્યો કે સંઘર્ષોના ઉકેલ માટે વાતચીત અને મુત્સદ્દીગીરી (ડિપ્લોમસી) એ જ શ્રેષ્ઠ માર્ગ છે અને તેમણે કહ્યું કે ભારત શાંતિના પ્રયાસોમાં યોગદાન આપવા માટે તૈયાર છે.
બંને નેતાઓએ રશિયાની આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક પ્રદર્શન “ૈંદ્ગર્દ્ગંઁઇર્ંસ્ ૈંહઙ્ઘૈટ્ઠ” (ઇનોપ્રોમ ઇન્ડિયા) ને પણ આવકાર્યું, જે પ્રથમ વખત ૯ થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં યોજાયું હતું, અને વેપાર તથા ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં તેના મહત્વ પર ભાર મૂક્યો.
ત્યારબાદ મોદી અને પુતિને ‘ઇનોપ્રોમ ઇન્ડિયા‘ પ્રદર્શનની મુલાકાત લીધી અને તેમાં ભાગ લેનારાઓ સાથે વાતચીત કરી.

