Gujarat

ગોધરામાં સર્વોદય યુવક મંડળ સહિત વિવિધ મંડળોની ગણપતિ આગમનયાત્રા

ગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સર્વોદય યુવક મંડળ સહિત વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાની આગમન યાત્રાનું આયોજન કરાયું હતું. ઢોલ-નગારાના તાલે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણપતિ બાપ્પાની મૂર્તિ સાથે આ યાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.

આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આગમન યાત્રા દરમિયાન ભક્તોએ ઉત્સાહથી ભાગ લઈ ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. વિવિધ મંડળોના કાર્યકરો અને ગણેશ ભક્તોની હાજરીથી ગોધરા શહેરમાં ગણેશોત્સવનો માહોલ વધુ ભક્તિમય બન્યો.