International

ભારતે પૂરગ્રસ્ત નેપાળને બેઈલી બ્રિજના ભાગોની પ્રથમ ખેપ મોકલી.

ભારતે પૂરગ્રસ્ત બેત્રાવતી વિસ્તારમાં સંપર્ક વ્યવસ્થા પુન:સ્થાપિત કરવામાં મદદ કરવા માટે નેપાળને ૭૦-મીટરના બેઈલી બ્રિજ માટેના ઘટકોનો પ્રથમ જથ્થો મોકલ્યો છે.

નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે ‘ઠ‘ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હેતૌડા ખાતે નેપાળના રોડ ડિવિઝનને આ જથ્થો સોંપવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પુલના ઘટકોના વધુ જથ્થા ત્યાં પહોંચશે.

આ સહાય ૨૬ ઓગસ્ટના રોજ દેશના ઉત્તરીય અને મધ્ય પ્રદેશોમાં આવેલા વિનાશક અચાનક આવેલા પૂર બાદ ભારત દ્વારા નેપાળને આપવામાં આવી રહેલા માનવીય સમર્થનનો એક ભાગ છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે ૧૩૦ ટનથી વધુ રાહત સામગ્રી મોકલી છે અને નેપાળમાં બચાવ, રાહત અને ફોરેન્સિક કામગીરીમાં સહાય માટે ૫૪ નિષ્ણાત કર્મચારીઓને તૈનાત કર્યા છે.

ભારતે ટનલ અને કાદવમાંથી બચાવ કામગીરી માટેના વિશિષ્ટ સાધનો, ડીએનએ (ડ્ઢદ્ગછ) કિટ્સ, ફોરેન્સિક સાધનો અને અન્ય આવશ્યક સામગ્રી પણ પૂરી પાડી છે. ભારતીય વાયુસેનાએ રાહત સામગ્રી પહોંચાડવા માટે ઓછામાં ઓછી આઠ વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન કર્યું છે.

ભારતની ટનલ બચાવ ટીમ શોધખોળ કામગીરીમાં નેપાળી સેના સાથે મળીને કામ કરી રહી છે, જ્યારે ફોરેન્સિક ટીમ પીડિતોના મૃતદેહોની ઓળખ કરવામાં નેપાળી સત્તાવાળાઓને મદદ કરી રહી છે.