અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) લાલપુર દ્વારા માનવસેવા અને સામાજિક જવાબદારીના હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિર 27 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 8:30 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી લાલપુરના વીર સાવરકર વિદ્યાલય ખાતે યોજાશે.
રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે રક્તદાનનું મહત્વ ધ્યાનમાં રાખીને ABVP લાલપુર દ્વારા આ સેવાકાર્યનું આયોજન કરાયું છે. શિબિરમાં લાલપુર શહેર તેમજ આસપાસના વિસ્તારના નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.
ABVP દ્વારા સમાજના યુવાનો અને નાગરિકોને આ સેવા કાર્યમાં સહભાગી બનવા ખાસ અપીલ કરાઈ છે. રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મદદરૂપ થવા પણ જણાવાયું છે. રક્તદાન એક મહત્વપૂર્ણ સેવાકાર્ય હોવાથી વધુમાં વધુ લોકો શિબિરમાં હાજર રહી રક્તદાન કરે તેવી ABVP લાલપુર દ્વારા અપીલ કરવામાં આવી છે.

