તળાજા-પાલીતાણા ચોકડી પાસે મગફળી ભરેલું એક ટ્રક ખાડામાં ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ, મગફળી ભરેલું અશોક લેલન ટ્રક તળાજા-પાલીતાણા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે રોડ પર આવેલા એક ખાડામાં ટ્રકનું પૈડું ફસાઈ ગયું હતું, જેના કારણે ટ્રક આગળ વધી શક્યું ન હતું.
ટ્રક રસ્તાની વચ્ચે ફસાઈ જતાં અન્ય વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી હતી. થોડા સમય માટે આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોએ ભેગા મળીને ટ્રકને ખાડામાંથી બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. આ ઘટના બાદ મુખ્ય માર્ગ પરના ખાડાઓની સમસ્યા ફરી ચર્ચામાં આવી છે. વાહનચાલકોને આ ખાડાઓને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

