કેરળમાં ભારે વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન, કાદવ ધસી પડવાની ઘટનાઓ અને અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) આવવાથી ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય બે લોકો ગુમ હોવાના અહેવાલ છે. પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જતી હોવાથી, મુખ્યમંત્રી વી.ડી. સતીશને અધિકારીઓને કલાક-દર-કલાકના ધોરણે પરિસ્થિતિની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઇડુક્કી અને કોટ્ટાયમમાં જીસ્જી એલર્ટ જારી
રવિવારે (૨૦ સપ્ટેમ્બર) જારી કરાયેલા એક નિવેદનમાં મુખ્યમંત્રી કાર્યાલય (ઝ્રસ્ર્ં) એ જણાવ્યું હતું કે, સતીશનની સૂચના બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કમિશનર વિઘ્નેશ્વરી (ૈંછજી) એ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઇડુક્કી અને કોટ્ટાયમના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજી હતી.
નિવેદનમાં નોંધવામાં આવ્યું હતું કે ઇડુક્કી અને કોટ્ટાયમ માટે હવામાનની સ્થિતિ અંગે જીસ્જી એલર્ટ જારી કરવામાં આવ્યા હતા અને કલેક્ટરોને પરિસ્થિતિ પર નજર રાખવા તેમજ લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવા જેવા જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ મલપ્પુરમ જિલ્લાના નિલામ્બુર-અમરામ્બલમ વિસ્તારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સની વિશેષ ટીમને તાત્કાલિક તૈનાત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો, જ્યાં કોટ્ટાપુઝા નદીમાં પાંચ લોકો તણાઈ ગયા હતા.
અચાનક આવેલા પૂરમાં પાંચ લોકો તણાયા, બેનાં મોત
રવિવારે સાંજે કેરળના મલપ્પુરમ જિલ્લાના નિલામ્બુર-અમરામ્બલમ વિસ્તારમાં કોટ્ટાપુઝા નદીમાં અચાનક આવેલા પૂરમાં પાંચ સભ્યોનું જૂથ તણાઈ ગયું હતું, જેમાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બે લોકો ગુમ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, વાન્ડુરનું આ જૂથ સ્થળ પર પહોંચ્યું હતું અને નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યું હતું, ત્યારે અચાનક પૂર આવવાથી પાણીનું સ્તર વધી ગયું અને તેઓ તણાઈ ગયા. એક સ્થાનિક રહેવાસીએ એક વ્યક્તિને બચાવી લીધો હતો, જ્યારે ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસીસની ટીમે અન્ય બે લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બે લોકો હજુ પણ ગુમ છે.
કેરળના મુખ્યમંત્રીએ શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે તે વિસ્તારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સની વિશેષ ટીમને તાત્કાલિક તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.
કોટ્ટાયમમાં ભૂસ્ખલન, મહિલાનું મોત
કોટ્ટાયમ જિલ્લાના ટીકોય નજીક વેલાથુસ્સેરીમાં રવિવારે સાંજે થયેલા ભૂસ્ખલનમાં તમિલનાડુની એક મહિલાનું મોત થયું હતું અને તેની મિત્ર ઘાયલ થઈ હતી. મૃતકની ઓળખ ચેન્નાઈના જવાહર નગરની રહેવાસી ૩૫ વર્ષીય સંગીતા અરુલ લાલ તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે સંગીતા અને તેની મિત્ર વાગામોનથી પરત ફરી રહ્યા હતા ત્યારે ભૂસ્ખલનની ઘટના બની હતી. સ્કૂટર ચલાવી રહેલી સંગીતા પર રસ્તા પર ધસી આવેલી માટીનો ઢગલો પડ્યો હતો. તેની મિત્ર બચી ગઈ હતી પરંતુ તેને ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
રવિવારે બપોરે, કેરળના ઇડુક્કી જિલ્લાના કોટ્ટાકામ્બૂરમાં વરસાદથી બચવા માટે એક શેડમાં આશરો લઈ રહેલા ત્રણ લોકો ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા હતા.
બપોરે લગભગ ૩:૩૦ વાગ્યે, ટેકરી પરથી માટીનો મોટો જથ્થો શેડ પર પડ્યો, જેનાથી ત્રણેય લોકો તેની નીચે દબાઈ ગયા. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા, જ્યારે એક મહિલા ઘાયલ થઈ હતી અને તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી.
ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ આગામી ચાર દિવસ દરમિયાન કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે ૨૦ અને ૨૧ સપ્ટેમ્બરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરી છે.
રવિવારે, કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે વરસાદની ચેતવણીને ‘ઓરેન્જ‘ એલર્ટમાં અપગ્રેડ કરવામાં આવી હતી. ઓરેન્જ એલર્ટ ૧૧ થી ૨૦ સેમી સુધીના ખૂબ ભારે વરસાદનો સંકેત આપે છે, જ્યારે યલો એલર્ટ ૬ થી ૧૧ સેમી વચ્ચેના ભારે વરસાદનું સૂચન કરે છે.
ૈંસ્ડ્ઢના ડેટા અનુસાર, આ વર્ષે કેરળમાં ચોમાસું નબળું રહ્યું છે. ૧ જૂનથી ૧૭ સપ્ટેમ્બર વચ્ચે, રાજ્યમાં સામાન્ય કરતાં ૨૮ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.
“આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ભલે આ કોઈ પ્રવાસન સ્થળ નથી, તેમ છતાં લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે કારણ કે આ વિસ્તાર ખૂબ જ સુંદર છે. સોશિયલ મીડિયાને કારણે પણ તેની લોકપ્રિયતા વધી છે. આ ઘટનાએ અમને આવા વિસ્તારોમાં, ખાસ કરીને ચોમાસા દરમિયાન, નિયંત્રણો લાગુ કરવા માટે પ્રેરીત કર્યા છે,” તેમ મુખ્યમંત્રીએ કહ્યું.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (દ્ગડ્ઢઇહ્લ) પૂક્કોટ્ટુમપાદમમાં છઠ્ઠી વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવાની કામગીરીમાં જાેડાયેલું છે.
દરમિયાન, કોટ્ટાયમ જિલ્લાના ટીકોય નજીક વેલાથુસેરીમાં ભૂસ્ખલનને કારણે ટુ-વ્હીલર પલટી જતાં તમિલનાડુની એક મહિલાનું મોત થયું હતું અને તેની મિત્ર ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મૃતકની ઓળખ ચેન્નાઈની રહેવાસી સંગીતા અરુણ લાલ (૩૫) તરીકે થઈ હતી. જ્યારે બંને વાગામોનથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમનું સ્કૂટર કાટમાળના પ્રવાહમાં તણાઈ ગયું હતું.

