સાઉદીની આગેવાની હેઠળના હુમલાઓને સમર્થન આપવા બદલ હૂથીઓએ વોશિંગ્ટનને ચેતવણી આપી
અમેરિકાને ચેતવણી આપતા, હુથી સૈન્ય સલાહકારે કહ્યું છે કે, જાે વોશિંગ્ટન સાઉદી અરેબિયાને સમર્થન આપે અથવા બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ (જલડમરુમધ્ય) પરનો અવરોધ દૂર કરવાનો પ્રયાસ કરે, તો અમેરિકન હિતો નિશાન બનશે.
મંગળવારે એક મીડિયા ઈન્ટરવ્યુમાં હુથી સૈન્ય સલાહકાર આબેદ મોહમ્મદ અલ-થૌરે કહ્યું, “જાે અમેરિકા હવાઈ હુમલા કે હવાઈ સહાય દ્વારા સાઉદી અરેબિયાને સમર્થન આપવાનું જાેખમ લેશે… તો અમે અમારી આસપાસના કોઈપણ અમેરિકન હિતોને નિશાન માનીશું અને કોઈ પણ બાબતને બાકાત રાખીશું નહીં.”
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈરાન-સમર્થિત હુથીઓએ આ મહિને લાલ સમુદ્રના પ્રવેશદ્વાર ગણાતા બાબ-અલ-મંદેબ પર નિયંત્રણ મેળવી લીધું છે. આ પગલું સાઉદી અરેબિયા અને હુથીઓ વચ્ચેના ૨૦૨૨ના યુદ્ધવિરામ કરાર તૂટી પડ્યા બાદ લેવામાં આવ્યું હતું. આ સાંકડી જલસંધિ પરના નાકાબંધીની અસર વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરેબિયા પર પડી છે, જે અગાઉ ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) માં જહાજાેની અવરજવર રોકવાને કારણે પ્રભાવિત થયું હતું.
અમેરિકન અહેવાલો અનુસાર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હુથીઓ સામેના સંઘર્ષમાં મદદ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, યમનની સાઉદી-સમર્થિત સરકારે પણ વોશિંગ્ટનને આવી જ વિનંતી કરી છે.
‘જાે અમેરિકા દખલગીરી કરવાની હિંમત કરે તો…‘: હુથી સલાહકારે શું કહ્યું
થૌરે છહ્લઁને કહ્યું કે સંઘર્ષમાં અમેરિકાની દખલગીરીને “રેડ લાઇન” (અત્યંત ગંભીર બાબત) માનવામાં આવશે અને તેનાથી પ્રતિક્રિયા કે વિરોધનો સામનો કરવો પડી શકે છે. હુથી સૈન્ય સલાહકારે કહ્યું, “જાે અમેરિકા તેના કાફલા સાથે લશ્કરી દખલગીરી કરવાની હિંમત કરે અથવા બાબ-અલ-મંદેબ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે, તો તે તેમના અને અન્ય કોઈપણ માટે ‘રેડ લાઇન‘ સમાન હશે… અમે તેના માટે લડીશું.”
થૌરે વધુમાં ચેતવણી આપી હતી કે હુથીઓ “અમેરિકન જહાજાે માટે બાબ-અલ-મંદેબને સંપૂર્ણપણે બંધ કરી દેશે”. ઈરાન પાસેથી કોઈ સૂચનાઓ મળવાનો ઇનકાર કરતી વખતે, હુથી સલાહકારે ભારપૂર્વક કહ્યું કે તેઓ “એક ગઠબંધન અને એક શરીર” સમાન છે. થૌરના જણાવ્યા અનુસાર, “ઈરાન અમારા માટે મિત્ર, સહયોગી અને ભાઈ સમાન દેશ છે, પરંતુ તે અમને નિર્દેશ આપતું નથી. અમે અમારા ર્નિણયો અને અમારી સાર્વભૌમત્વ બાબતે સ્વતંત્ર છીએ.”
સાઉદી-હુથી વચ્ચેનો ૨૦૨૨નો યુદ્ધવિરામ કરાર આ વર્ષે જુલાઈમાં તૂટી પડ્યો હતો, જ્યારે હુથીઓએ ઈરાની ફ્લાઇટને સીધા સના એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ સાઉદીની આગેવાની હેઠળના દળોએ ઉતરાણ અટકાવવા અથવા સજા આપવા માટે સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પર હવાઈ હુમલો કર્યો, જેનાથી યુદ્ધવિરામનો અંત આવ્યો.
ત્યારબાદ હુથીઓએ દક્ષિણ સાઉદી અરેબિયા તરફ બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા અને આખરે યમનના લાલ સમુદ્ર કિનારા પર કબજાે કર્યો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા અને વૈશ્વિક વેપાર પર ભય વધ્યો. આ લાભોએ બાબ અલ-મંડેબ અને હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાન અને તેના સાથીઓની પકડ મજબૂત બનાવી.
યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને ટેકો આપનાર સાઉદી અરેબિયાએ હવાઈ હુમલાઓ દ્વારા હુથીઓની પ્રગતિને રોકવાનો પ્રયાસ કર્યો છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, હુથીઓએ મંગળવારે સાઉદી પર ઘાતક હુમલાઓનો આરોપ લગાવ્યો હતો જેમાં નાગરિકો અને જેલના કેદીઓ માર્યા ગયા હતા.
હુથીઓએ સાઉદી પ્રદેશ પર પણ હુમલો કર્યો છે, જેમાં વર્ષોમાં પહેલી વાર રાજધાની રિયાધને નિશાન બનાવતો હુમલો પણ સામેલ છે. સાઉદીએ ગયા અઠવાડિયે હુથીઓ પર પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો, જે દાવાને બાદમાં નકારી કાઢ્યો છે.

