સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માં તેમના સંબોધન દરમિયાન કહ્યું કે તેમનો દેશ ‘હવે આતંકવાદને સમર્થન આપતા દેશોની યાદીનો હિસ્સો નથી‘.
સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરાએ બુધવારે સવારે (સ્થાનિક સમય મુજબ) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના બીજા દિવસની શરૂઆત તેમના સંબોધન સાથે કરી હતી.
તેમણે કહ્યું, “ગયા વર્ષે મેં ઉલ્લેખ કર્યો હતો કે સીરિયા પાછું ફર્યું છે; આ વખતે હું કહું છું કે સીરિયા પ્રગતિ કરી રહ્યું છે (ઉન્નતિના પંથે છે).”
સીરિયામાં વિદેશી રોકાણ અને પુન:નિર્માણ માટેના મુખ્ય કાનૂની અને નાણાકીય અવરોધોને દૂર કરવામાં મદદ કરવા માટે યુ.એસ. ટ્રેઝરી વિભાગે સંબંધિત આર્થિક પ્રતિબંધો હટાવી લીધા છે.
ડિસેમ્બર ૨૦૨૪માં બશર અલ-અસદને સત્તા પરથી હટાવ્યા બાદ, વોશિંગ્ટન અને અલ-શરાના નેતૃત્વ હેઠળની નવી સીરિયન સરકાર વચ્ચે ગાઢ થતા સંબંધો આ પગલામાં પ્રતિબિંબિત થાય છે.

