Gujarat

તાલુકા કક્ષાએ રિઝર્વ સ્ટાફનો સદંતર અભાવ

પોરબંદર જિલ્લાની ગ્રામપંચાયતોમાં તલાટીમંત્રીની મહત્વની ભૂમિકા હોય છે પરંતુ પોરબંદર જિલ્લામાં હાલ તલાટીમંત્રીની ઘટ જોવા મળી રહી છે.જિલ્લામાં કુલ 138 તલાટીમંત્રીઓ જગ્યા સામે માત્ર 107 તલાટીમંત્રીઓ હોવાથી 31 તલાટીમંત્રીની ઘટ જોવા મળી રહી છે.આ ઘટને લઈને 23 ગામોમાં તેમજ તાલુકા કક્ષાએ રિઝર્વ તલાટીમંત્રીઓની જગ્યા વર્ષોથી ખાલી પડેલ છે જેને લઈને અન્ય તલાટીમંત્રીઓને ચાર્જ સોંપવામાં આવતા કામનું ભારણ વધ્યું છે તો સ્થાનિકોના કામો પણ ટલ્લે ચડી રહ્યા છે

જિલ્લાના પંચાયત વહીવટમાં તલાટી કમ મંત્રીઓની ભારે અછતને કારણે ગ્રામીણ સ્તરે સરકારી સેવાઓ અને રોજિંદા વહીવટી કામકાજ પર ગંભીર અસર પડી રહી છે. સમગ્ર જિલ્લામાં તલાટી મંત્રીઓની કુલ 138 મંજૂર મહેકમ સામે માત્ર 107 કર્મચારીઓ જ કાર્યરત હોવાથી 31 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. આ ઘટને પગલે 23 જેટલા ગામોમાં કાયમી તલાટી ન હોવાથી દાખલા, પ્રમાણપત્રો અને સરકારી યોજનાઓની અરજીઓ માટે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.