વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જામનગરમાં ‘દિલ સે જામનગર વોક’ યોજાઈ. હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા અને સક્રિય જીવનશૈલી અપનાવવા લોકોને પ્રેરિત કરવા આ કાર્યક્રમ કરાયો.
આ વોક રવિવારે સવારે રણમલ લેક ખાતેથી શરૂ થઈ. ‘Walk for a Healthier, Happier Tomorrow’ સૂત્ર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા. તેમણે નિયમિત કસરત અને શારીરિક સક્રિયતાનો સંકલ્પ લીધો.

આ કાર્યક્રમ બરોડા હાર્ટ એન્ડ શારદા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, રોટરી ક્લબ ઈમેજિકા જામનગર, RMB જામનગર અને BNI જામનગરના સહયોગથી યોજાયો. વોક પછી સવારે 10 વાગ્યે વી.એમ. શાહ ઓડિટોરિયમમાં વિશેષ સત્ર યોજાયું.

