અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા લાલપુર ખાતે રક્તદાન શિબિર યોજાઈ છે. આ શિબિર વીર સાવરકર હાઈસ્કૂલની બાજુમાં આવેલા હોલમાં સવારે 8:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી ચાલશે.
મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરવા પહોંચી રહ્યા છે. રક્તદાન માટે લોકોનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે.

ગામના આગેવાનો સહિત વિવિધ ક્ષેત્રના લોકો પણ શિબિરમાં હાજર રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ABVPના કાર્યકરો દ્વારા શિબિરની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે.

