Gujarat

તળાજાના પાદરી ગામના યુવકને મારી નાખવાની ધમકી

ભાવનગરના તળાજા તાલુકાના પાદરી ગામના વતની અને હાલ ભાવનગર શહેરમાં રહેતા યુવકને જૂની અદાવતમાં રસ્તા વચ્ચે રોકી પાઇપ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ બન્યો છે. દસેક વર્ષ અગાઉ થયેલા છૂટાછેડાની દાઝ રાખીને શખ્સે આ કૃત્ય આચરતાં, યુવકે ધમકી આપનાર આરોપી વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

10 વર્ષ જૂના છૂટાછેડાની અદાવતમાં રસ્તો રોક્યો પાદરી ગામના મૂળ વતની અને હાલ ભાવનગરની શિવદર્શન સોસાયટીમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતા રાઘવભાઈ ગીગાભાઈ ભમ્મરે (ઉં.વ. 31) કનુ આલાભાઈ ભુવા સામે ફરિયાદ નોંધાવી છે. રાઘવભાઈના લગ્ન દસેક વર્ષ પહેલાં કનુની બહેન સાથે થયા હતા અને બાદમાં છૂટાછેડા થઈ ગયા હતા. ગત 4 સપ્ટેમ્બરના રોજ રાઘવભાઈ બાઈક પર ગોપનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે ભૂંગરગામ નજીક કનુએ તેમને રસ્તા વચ્ચે અટકાવી બોલાચાલી કરી હતી.

‘આ પાઇપ તારો સગો નહીં થાય’ કહી ધમકી આપી અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા કનુએ પોતાની પાસે રહેલી પાઇપ બતાવી “આ તારો સગો નહીં થાય” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ રાઘવભાઈએ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે આરોપી સામે BNSની કલમ 352, 351(3) તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.