રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલ શહેર અને તાલુકા પોલીસ સાથે મળીને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજ્યો. પોલીસે ગોંડલના મામાદેવ મંદિર અને મોવિયા સીમમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો. લાખો રૂપિયાનો ચોરાયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો.
મંદિરમાંથી ચોરાયેલા આશરે 2 કિલો ચાંદીના છતર માટે LCB ટીમે રાજસ્થાનની ગરાસિયા ગેંગના 3 આરોપીઓને પકડ્યા. SP વિજયસિંહ ગુર્જરની હાજરીમાં મહંત ચંદુબાપુ દેસાણીને મુદ્દામાલ પરત કરાયો.

મોવિયા ગામની વાડીના મકાનમાંથી 5 કિલો ચાંદીના દાગીના અને રોકડ ચોરાયા હતા. LCB ટીમે ઘાંટવડીયા ગેંગના 3 આરોપીઓને કુલ 8,17,250 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપ્યા. આ મુદ્દામાલ શ્રમિક પરિવારને પરત સોંપાયો.

આ પ્રશંસનીય કામગીરી બદલ SP વિજયસિંહ ગુર્જર સહિત LCB અને સ્થાનિક પોલીસ ટીમના અધિકારીઓનું સન્માન કરાયું. મંદિર પરિવાર અને અગ્રણીઓ આ પ્રસંગે હાજર રહ્યા.

