રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામે એક અકસ્માત થયો છે. અહીં ST બસ અને બાઇક વચ્ચે ટક્કર થતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, 47 વર્ષીય ચેતનભાઈ હરસમુખભાઈ ગોહેલ થાણા ગાલોલ ગામના જૂના રસ્તેથી મુખ્ય રોડ પર આવી રહ્યા હતા. તે સમયે જેતપુર-અમરેલી રૂટની ST બસે તેમને ટક્કર મારી. આ અકસ્માતમાં ચેતનભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું. આસપાસના લોકો તેમજ જિલ્લા પંચાયત ના મહિલા સદસ્ય ના પતિ અશોકભાઈ ઊંધાડ તરત જ ત્યાં પહોંચી ગયા હતા.
સ્થાનિક લોકોએ તરત જ 108 અને પોલીસને જાણ કરી હતી. જેતપુર તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી છે.

