ઈરાન હોર્મુઝ જળમાર્ગ તાત્કાલિક ફરી ખોલવા માંગે છે: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન મામલે વધુ એક મોટો દાવો કર્યો હતો કે ઈરાન હોર્મુઝની સામુદ્રધુની ‘તાત્કાલિક ફરીથી ખોલવા‘ ઈચ્છે છે કારણ કે આ જળમાર્ગ બંધ થયા બાદ તે આર્થિક દબાણનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વિશ્વ માટે સમસ્યાઓ ઊભી કરવાના પ્રયાસરૂપે આ વ્યૂહાત્મક સામુદ્રધુની બંધ કરીને ઈરાને ‘પોતાનું જ નુકસાન કરી લીધું છે‘ (પોતાની જ ચાલમાં ફસાઈ ગયું છે).
અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યા બાદ ઈરાને આ સામુદ્રધુની અસરકારક રીતે બંધ કરી દીધી હતી. ઈરાની ધમકીઓ અને જળમાર્ગમાં જહાજાે પરના હુમલાઓને કારણે ત્યાંથી પસાર થતા જહાજાેની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
‘તેઓ મુશ્કેલીમાં છે (મરી રહ્યા છે)‘: ટ્રમ્પ
“અને તેઓ હોર્મુઝની સામુદ્રધુની તાત્કાલિક ખોલવા માંગે છે. તમે જાણો છો શા માટે? કારણ કે તેઓ મુશ્કેલીમાં છે (આર્થિક રીતે મરી રહ્યા છે). તમે જાણો છો કે તેઓ શા માટે મુશ્કેલીમાં છે? કારણ કે તેમની પાસે આવક નથી આવી રહી, કારણ કે તેઓ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જ નાણાં મેળવે છે. તેથી તેઓ પોતાની જ ચાલમાં ફસાઈ ગયા છે,” એમ ટ્રમ્પે પત્રકારોને કહ્યું.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકાએ ‘લશ્કરી ઈતિહાસના સૌથી મોટા નાકાબંધી‘ (હ્વર્ઙ્મષ્ઠાટ્ઠઙ્ઘી) દ્વારા જવાબ આપ્યો છે, જ્યારે અન્ય દેશોને આ જળમાર્ગનો ઉપયોગ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. “તેમણે કહ્યું, ‘ચાલો તેને બંધ કરીએ અને વિશ્વ માટે સમસ્યા ઊભી કરીએ.‘ અને પછી હું આવ્યો, અને અમે લશ્કરી ઈતિહાસની સૌથી મોટી નાકાબંધી લાગુ કરી. તે સ્ટીલની દીવાલ જેવી છે, અને અમે તેને ઊભી કરી, અને જાણો છો શું થયું? હવે તેમની પાસે પૈસા નથી, કારણ કે તેઓ સામુદ્રધુની બંધ કરવા માંગતા હતા, અને મેં કહ્યું, ‘ઠીક છે. અમે તમારા માટે તેને બંધ કરીશું, પરંતુ બાકીના બધા તેનો ઉપયોગ કરી શકશે,‘” એમ તેમણે ઉમેર્યું.
હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવાના ઈરાનના પ્રસ્તાવને ફગાવી દીધા બાદ ટ્રમ્પની આ ટિપ્પણી આવી હતી.
ઈરાને આ અઠવાડિયે પ્રસ્તાવ મૂક્યો હતો કે જાે અમેરિકા ઈરાની બંદરો પરની નૌકાદળની નાકાબંધી હટાવે, ઈરાની તેલના વેચાણ પરના પ્રતિબંધો પાછા ખેંચે અને લેબનોન સહિતના વિસ્તારોમાં યુદ્ધવિરામનું પાલન કરે, તો તે સામુદ્રધુની ફરીથી ખોલવા અને તેના પરમાણુ કાર્યક્રમ અંગેની વાતચીત ફરી શરૂ કરવા તૈયાર છે.
‘માત્ર વાટાઘાટો દ્વારા જ ઉકેલ‘ શક્ય છે: ઈરાન
હોર્મુઝની સામુદ્રધુની ફરીથી ખોલવાના ઉદ્દેશ્ય સાથે સાત દિવસના યુદ્ધવિરામ માટેના તેહરાનના પ્રસ્તાવને ટ્રમ્પે ફગાવી દીધા બાદ, ઈરાને પુનરોચ્ચાર કર્યો હતો કે મુત્સદ્દીગીરી (ઙ્ઘૈॅર્ઙ્મદ્બટ્ઠષ્ઠઅ) એ જ અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષને ઉકેલવાનો એકમાત્ર રસ્તો છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે તેહરાને ટ્રમ્પના વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલવા અને યુદ્ધનો અંત લાવવાના હેતુથી બનાવેલા સાત દિવસના રોડમેપના પ્રતિભાવની નોંધ લીધી છે, પરંતુ મધ્યસ્થી દ્વારા હજુ સુધી સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી, અલ જઝીરાના અહેવાલ મુજબ.
અરાઘચીએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેની ઈરાનની શરતો યથાવત છે અને જળમાર્ગને ફરીથી ખોલવા માટેનું કોઈપણ પગલું તે શરતો પૂર્ણ થાય છે તેના પર ર્નિભર રહેશે. તેમણે ઉમેર્યું કે તેહરાન અંતિમ ર્નિણય લેતા પહેલા મધ્યસ્થી દ્વારા ઔપચારિક યુએસ વલણની રાહ જાેઈ રહ્યું છે.
“અમારી શરતો સ્પષ્ટ છે, અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા તરફનું કોઈપણ પગલું આ શરતો પૂર્ણ થાય છે તેના પર ર્નિભર છે,” તેમને ટાંકવામાં આવ્યું હતું.
“માત્ર વાટાઘાટો દ્વારા ઉકેલ તેમને (અમેરિકા) આ ગતિરોધમાંથી બહાર કાઢી શકે છે; તે અમારું વલણ છે,” તેમણે ઉમેર્યું.

