Entertainment

અનાહત સિંહે ઈતિહાસ રચ્યો, એશિયન ગેમ્સ ૨૦૨૬માં સિંગલ્સ સ્ક્વોશમાં સિલ્વર મેડલ જીત્યો

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની મેડલ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ૧૮ વર્ષીય સ્ક્વોશ સ્ટાર અનાહત સિંહે એશિયન ગેમ્સ ૨૦૨૬ની સ્ક્વોશ ફાઇનલમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં પહોંચ્યા બાદ, તેનો મુકાબલો મલેશિયાની શિવસંગરી સુબ્રમણ્યમ સામે થયો હતો અને અંતે તેને આ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

નોંધનીય છે કે, ઘણાને અનાહત સિંહ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ તે આ મુકાબલામાં એક પણ ગેમ જીતી શકી નહીં અને સુબ્રમણ્યમ સામે સીધી ગેમ્સમાં હારી ગઈ. ખાસ વાત એ છે કે અનાહત સિંહ ૪-૧૧, ૪-૧૧ અને ૭-૧૧ના સ્કોરથી હારી ગઈ હતી.

રસપ્રદ વાત એ છે કે શિવસંગરી સુબ્રમણ્યમે અનાહત સિંહને રમતમાં કોઈ તક આપી ન હતી. સમગ્ર મુકાબલા દરમિયાન, મલેશિયન ખેલાડીએ અનાહત સિંહને જીતની કોઈ આશા જાગવા દીધી ન હતી. ડ્રોપ શોટ્સ, રેલીઓ અને ર્નિણય લેવાની ક્ષમતામાં શ્રેષ્ઠતા દર્શાવતા, સુબ્રમણ્યમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.

પુરુષોની સ્ક્વોશ ફાઇનલમાં અભય સિંહને પણ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

પોતાની મહિલા સાથી ખેલાડીની જેમ જ, ભારતના અભય સિંહ પણ પુરુષોની સ્ક્વોશ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા. મલેશિયાના ઈન યો એનજી (ઈટ્ઠૈહ ર્રૂુ દ્ગય્) સામે રમતા, અભય ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા નહીં. નોંધનીય છે કે ઈન યો એનજી આ ટુર્નામેન્ટમાં ટોપ સીડ ખેલાડી હતા અને તેમણે ફાઇનલમાં અભય સિંહ પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવતા ૧૧-૯, ૧૧-૫, ૧૧-૫ના સ્કોરથી જીત મેળવી હતી. જાેકે, સિલ્વર મેડલ જીતીને અભય સિંહ એશિયન ગેમ્સના ઇતિહાસમાં સ્ક્વોશમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર બીજા ભારતીય બન્યા છે; આ પહેલાં સૌરવ ઘોષાલે ૨૦૨૩માં પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો.

મેડલની યાદીમાં ભારત ૧૨મા સ્થાને સરકી ગયું

સાતમો દિવસ ૧૦મા સ્થાને પૂર્ણ કર્યા બાદ, એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ભારતીય દળ ૧૨મા સ્થાને સરકી ગયું છે. અનાહતે સિલ્વર મેડલ જીત્યો ત્યાં સુધીમાં ભારતના નામે કુલ ૩૨ મેડલ (ચાર ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ) નોંધાયા છે. હજુ ઘણી મેડલ સ્પર્ધાઓ બાકી હોવાથી, ભારતીય દળ આગામી સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરવાની આશા રાખશે.