જામનગરમાં ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હેઠળ SOG અને મેઘપર પોલીસે કાર્યવાહી કરી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામમાંથી બિહારના સુનિલકુમાર રામબાબુ રાયને ૪ કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઝુંબેશ રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી ચાલી રહી છે.
SOG ટીમને બાતમી મળી હતી કે મેઘપર ગામમાં એક મકાનમાં રહેતો શખ્સ ગાંજાનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો. દરોડા દરમિયાન આરોપી પાસેથી ૪ કિલો ગાંજો, એક મોબાઈલ ફોન અને રોકડ ₹૧,૫૨૦/- મળી કુલ ₹૨,૧૧,૫૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરાયો. સુનિલકુમાર વિરુદ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે, જેમાં ગાંજાના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ કરાશે.

