ધંધુકાના રાણપુર રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલી એક ક્રેટા કાર પકડી છે. બાતમીના આધારે SMCની ટીમે આ કાર્યવાહી કરી હતી. ટીમે રાણપુર રોડ પરથી પસાર થતી ક્રેટા કારને રોકી તપાસ કરી. કારમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 1,390 બોટલો મળી આવી હતી. SMCએ દારૂનો જથ્થો અને કાર કબજે કરી છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 4.65 લાખ રૂપિયાનો દારૂ-બિયર અને 6 લાખ રૂપિયાની ક્રેટા કારનો સમાવેશ થાય છે. આમ, કુલ 10.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પોલીસે કારચાલક કિશોરસિંહની અટકાયત કરી છે. મુકેશ કલાલ, જયપાલસિંહ સહિત કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોના કહેવાથી લવાયો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે SMC વધુ તપાસ કરી રહી છે.

