Gujarat

સુરેન્દ્રનગર BAPS મંદિરમાં ‘યુવા પારાયણ ઝલક-2026’નું આયોજન

સુરેન્દ્રનગર BAPS મંદિરમાં ‘યુવા પારાયણ ઝલક-2026’નું આયોજન કરાયું. યુવાનોમાં સંસ્કાર, ભક્તિ, સેવા અને સંયમ જેવા જીવનમૂલ્યો દૃઢ કરવાના હેતુથી આ કાર્યક્રમ ભગવાન સ્વામિનારાયણના ‘શ્રી હરિલીલામૃતમ્’ ગ્રંથ પર આધારિત હતો.

મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી નિર્માણાધીન BAPS નૂતન મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં શહેરના વિવિધ યુવા મંડળોમાં યોજાયેલા પારાયણની ખાસ ઝલક રજૂ કરાઈ. પ્રેરક વીડિયો અને સંવાદો દ્વારા યુવાનોને આધ્યાત્મિકતા અને સદાચારની પ્રેરણા મળી.

અક્ષરપુરુષોત્તમ મંડપમ્ ખાતે યોજાયેલા આ પ્રેરણાદાયી કાર્યક્રમનો લાભ લેવા શહેરના યુવાનો અને હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ધર્મચિંતન સ્વામી અને સંતો-કાર્યકરોએ તેને સફળ બનાવ્યો.