ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર કાર અને હોર્ડિંગ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 33 વર્ષીય આરતીબેન અમરીશભાઈ ખરચરીયાનું મોત થયું. પરિવારજનોએ તેમના મોત અંગે શંકા વ્યક્ત કરી એક યુવક સામે આક્ષેપ કર્યા છે. આરતીબેન ધ્રાંગધ્રાની શિવરંજની સોસાયટીમાં રહેતા હતા. તેઓ પાડોશી યુવક સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર કાર હોર્ડિંગ સાથે અથડાઈ હતી. તેમને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત થયું.
ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને ઘણા લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારે અકસ્માતને શંકાસ્પદ ગણાવી પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. પેનલ પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ અને અકસ્માતની હકીકત ખુલશે.

